હવાના જોખમી પ્રદૂષકો: ઈથિલિન ઑક્સાઇડ (EtO)
U.S. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (પર્યાવરણીય રક્ષણ એજન્સી) (EPA)એ ઇથિલિન ઑક્સાઇડ કોમર્શિઅલ સ્ટરિલાઇઝર્સ માટે હવાના જોખમી પ્રદૂષકો (NESHAP) માટેના રાષ્ટ્રીય ઉત્સર્જન ધોરણોનાં સુધારાને અંતિમ સ્વરૂપ આપેલ છે. 2019 થી. EPA હવાના પ્રદૂષણને નિયંત્રિત કરીને EtO ના સંપર્કમાં આવવાથી લોકોનાં જોખમમાં કેવી રીતે ઘટાડો કરવો તે વિશે માહિતી એકત્ર કરી રહ્યું છે, જ્યારે તેને અન્ય ઉત્પાદો બનાવવા માટે એક ઘટક તરીકે જોડવામાં આવે છે, અને જ્યારે તેનો ઉપયોગ કોમર્શિઅલ સ્ટરિલાઇઝિંગ સવલતોમાં થાય છે, ત્યારે આપણે તેને "કોમર્શિઅલ સ્ટરિલાઇઝર્સ" કહીએ છીએ. આ નિયમ ઇથિલિન ઑક્સાઇડનાં ઉત્સર્જનને ઘટાડવા માટે EPA દ્વારા લેવામાં આવતા સૌથી મહત્વપૂર્ણ પગલાં પૈકીનો એક છે અને કોમર્શિઅલ સ્ટરિલાઈઝેશન સવલતો નજીક રહેતા લોકો માટે આજીવન કેન્સરના જોખમોમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરશે.
આ પગલાં વિશે વધુ જાણો.
https://www.epa.gov/hazardous-air-pollutants-ethylene-oxide/final-amendments-strengthen-air-toxics-standards-ethylene